Post Top Ad

Friday, 15 July 2016

Risayeli che kalam chata lakhai jay che


રીસાયેલી છે કલમ છતા લખાઇ
જાય છે,
રડતા અંતરે પણ શબ્દો રચાઇ
જાય છે..
અમારી હથેળી ઓ તો જન્મ થી જ ખાલી છે,
છતા હસ્તરેખાઓ જોઇ
આશાઓ ઉભરાઇ જાય છે...

નથી કોઈ લાભ કોઈ ને સત્ય કહેવા માં..
ઘણી વાર મજા છે
.  . . . .    બસ મૌન રહેવા માં!!!!

તારો ને મારો આ તે કેવો સ્વભાવ ...
તુ દરીયો લાગણી નો ને મારે શ્બ્દો નો અભાવ...

હાથ મારો પકડી રાખજે
સમય બહુ ભારી છે
હારી ન જાઉં સમય થી
એ જવાબદારી હવે તારી છે...

આંખ આપી ને મને આંખ માં શંકા આપી
ધન્ય છે તારી નજર....અન્ધ ને શ્રદ્ધા આપી....

એક પ્રશ્નનો જવાબ ૯૮% લોકોએ ખોટો આપ્યો...
અમે સાચો જવાબ આપ્યોને અમે ૨%ના માણસ થયા..!!

"સંબંધ" એ નથી કે કોની પાસે થી કેટલું "સુખ" મેળવો છો,
"સંબંધ" તો એ છે કે કોના વિના કેટલી "એકલતા" અનુભવો છો...!!

પ્રેમ એટલે શૂ.....
કોઇ સતત તમારી સાથે દગો કરે ...
અનૈ
તમે એને હંમેશા માફ કરતા રહો તે પ્રેમ.. છે......

No comments:

Post a Comment