Post Top Ad

Wednesday, 20 July 2016

Hu Ketalo Badlai Gayo Chu

હું કેટલો બદલાઇ ગયો છું

રોટલી પર ઘી ને ખાંડ લગાવી ભૂંગળું
ખાવાથી મળતો આનંદ મેકડોનાલ્ડના બર્ગર કે ડોમિનોઝના પિત્ઝામાંથી પણ નથી મળતો

હું કેટલો બદલાઇ ગયો છું

સાંધેલા ચપ્પલ પહેરીને મોટા ડુંગરાઓ ચડી જતો પણ આજે એડીદાસના શુઝ ડંખ્યા કરે છે

હું કેટલો બદલાઇ ગયો છું

ખેતર કે વગડામાં ઝાડવા નીચે
પાથર્યા વગર પણ ઘસઘસાટ ઉંઘી જતો ને આજે એસી રૂમમાં પણ સતત પડખા બદલ્યા કરુ છું

હું કેટલો બદલાઇ ગયો છું

વેકેશનમાં મામાની ઘરે આખો મહીનો રહેતો એ મામા માત્ર મારા મોબાઇલમાં સેવ થયેલા છે વાત થતી નથી કે મળાતું નથી

હું કેટલો બદલાઇ ગયો છું

બે ચાર મિત્રોનો સહવાસ આખી દુનિયા સાથે છે એવી અનુભૂતિ કરાવતો અને આજે ફેસબુકમાં હજારો મિત્રો હોવા છતા સાવ એકલો હોઉં એમ લાગે છે

હું કેટલો બદલાઇ ગયો છું

કંઇ ખબર ન પડવા છતાય મંદિરમાં આંખ બંધ કરીને બેસતો અને ભગવાનની મૂર્તિ દેખાતી આજે મોટી મોટી ધ્યાન શિબિરો પણ મનને સ્થિર નથી કરી શકતું

હું કેટલો બદલાઇ ગયો છું

અગરબતીની સાથે સાવ મફતમાં આવતા અતરની સુવાસ દિવસો સુધી આવતી અને આજે નોટીકાના મોંઘા પરફ્યુમની સુવાસ બે સેકન્ડ પણ નથી અનુભવી શકતો

હું કેટલો બદલાઇ ગયો છું

ઠીકરાની પાટી અને માટીના પેનની મઝા આઇફોન અને આઇપેડ પાસે સાવ ઝાંખી પડે છે

હું કેટલો બદલાઇ ગયો છું

બેંક બેલેન્સ વધવા છતા પણ દિવસે દિવસે આનંદ ઘટતો જાય છે

HU KETALO BADALAI GAYO CHU...

No comments:

Post a Comment