Post Top Ad

Sunday, 31 July 2016

એક ચોર એક મકાન મા ચોરી કરવા ઘુસ્યો

હાલનો જોક :

એક ચોર એક મકાન મા ચોરી કરવા ઘુસ્યો તેમાં મકાન ની છત નો ટુકડો ચોર માથે પડ્યો અને ચોર મરી ગયો. તેથી ચોર ના ઘરવાળા અને સમાજવાળા ભેગા થઈ ગયા અને મકાન માલિક ઉપર ગુન્હો દાખલ કરો અને તેની ધર પકડ કરો પછેજ અમે લાશ ઉપાડશું અને લાશ લેવાનો સાફ ઇન્કાર કર્યો વાત વધી ગઈ અને હવે હળવે ચોરોનો આખો સમાજ રોડ ઉપર આવી ગયો.

કોઈ વાતે લાશ ઉપાડે નહિ તેમાં રાજકારણ ભળ્યું અને વાત વણસી

ભાષણ બાજી શરૂ થઈ....

મકાન માલિક એકલો જ જ્યારે સામે ચોર સમાજ. અંતે મકાન મકાન માલિક ની ધરપકડ થઈ અને ચોરને શાહિદ જાહેર કરાયો અને મરી જનાર ચોર મહાશય ને સાચા સમાજવાદી ગણી તેઓની ખાંભી બનાવવામાં આવી ચોર મહાશય ના મોટા પુત્રને સરકારી નોકરી અને કુટુંબ ને પુરે પૂરી આર્થિક સહાય ની જાહેરાત થઈ અને મકાન મકાન માલિક કે જે બનાવ વખતે બહાર ગામ ગયેલો તેને તેનું મકાન જર્જરીત હોવા છતાં રિપેર નહિ કરાવી એક ચોર મહાશય ને મૃત્યુ નિપજાવવાની બેદરકારી ના ગુન્હા મા જેલ થઈ


this is india...

No comments:

Post a Comment